ચાલ જીવી લઈએ આ ઝિંદગી
- Chintan Shah
- Apr 4, 2011
- 1 min read
Updated: Dec 11, 2024
લાંબી આ સફર માં ઝીંદગી ના ઘણા રૂપ જોયા છે. તમે એકલા શાને રડો છો ? સાથી તો અમે પણ ખોયા છે.
આપ કહો છો, આને શાનું દુખ છે ? આ તો સદા હસે છે.. અરે આપ શું જાણો ? આ સ્મિત માં કેટલા દુખ વસે છે.
મંઝીલ સુધી ના પહોંચ્યા એ વાત થી દુખી છો ? પણ ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો.
આપ ને છે ફરિયાદ કે કોઈ ને તમારા વિષે સુઝ્યું નથી. અરે અમને તો “કેમ છો” એટલુંય કોઈ એ પૂછ્યું નથી.
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો ? આ ઝીંદગી જીવવા માટે છે, આમ રોજ શાને મરો છો.
આ દુનિયા માં સંપૂર્ણ સુખી તો કોઈ નથી. એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.
બસ આટલુંજ કહેવાનું છે, જીંદગી ની દરેક ક્ષણ દિલ થી માણો. “ચિંતન” – ઝીંદગી નસીબ થી મળી છે , એને જીવી જાણો…
Comentarios