Welcoming 2023- ભૂતકાળ નું પોસ્ટમોર્ટમ
- Chintan Shah
- Jan 1, 2023
- 3 min read
વર્ષ બદલાયું
કેલેન્ડર બદલાયું
ફક્ત નથી બદલાતું આપણું જીવન અને રોજમરોજ ની ભાગદોડ
પણ કેવી રીતે બદલાશે ? જો આપણે પોતે જ આપણા ગયા વર્ષો નું સરવૈયું માંડ્યા વગર આવનારા વર્ષ માં એજ ઘરેડ થી જીવ્યા કરીશું તો કશું પણ નહિ બદલાય.
ઘણા લોકો હંમેશા કહે છે કે ભૂતકાળ ને ભૂલી ને ભવિષ્ય માં જીવો. આપણે ભૂતકાળને બદલી શકતા નથી, તો બહેતર ભવિષ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખોટું શું છે?
અને એવા પણ કેટલાય લોકો છે જે કહે છે કે જો આપણે આપણા ભૂતકાળના અનુભવો, (સારા અને ખરાબ) ને અવગણીએ, તો આપણે જીવન માંથી કશું જ શીખતાં નથી. આગળ વધવું અને વારંવાર એક જ ભૂલો કરવા વચ્ચે પણ તફાવત હોઈ શકે છે.
હું માનું છું કે ભૂતકાળના અનુભવોને આલોચવા – એનું પોસ્ટમોર્ટમ કરવું અને એમાં થી સાચું – ખોટું, સારું–નરસું અલગ કરવાથી ઘણા ફાયદા છે. જેમ આપણે વાહન ચલાવતી વખતે વચ્ચે વચ્ચે બેક વ્યુ મિરર માં જોયા કરીએ છે એમ જીવન માં પણ બેક વ્યુ મિરર જરૂરી છે.

નવી વસ્તુ શીખવા માં ઝડપ અને સરળતા
જયારે તમે તમારા પહેલા ના કોઈ પણ પ્રયત્નો અને તેના થી મળેલા રિઝલ્ટ ને એનેલાઇઝ કરો છો ત્યારે તમને ભવિષ્ય ની ચોઈસ કરવા માં આસાની થાય છે. તમારો લર્નિંગ કર્વ ટૂંકો થાય છે અને પહેલા કરતા ઝડપથી અને ઓછા પ્રયત્નો સાથે તમને જોઈતું રિઝલ્ટ મળે છે.
ભૂલો નું પુનરાવર્તન
To Err is human જે આપણે બધા જ જાણીએ છીએ. Your mistakes are your best teachers. એટલે ભૂતકાળ ની ભૂલો ને ભવિષ્ય માં ના કરીએ એ જ આપણું અડધું જીવન આસાન કરી નાખે છે.
પ્રિડીક્ટ યોર ફ્યુચર
જયારે જયારે તમે ભૂતકાળ ના અરીસા માં થી પ્રસંગો ને વાગોળો છો ત્યારે તમને એક ટ્રેન્ડ જોવા મળે છે. હું જયારે જયારે આમ કરું છું ત્યારે ત્યારે મારી સાથે એવું થાય છે.
એક મેથેમેટિકલ સમીકરણ જેવું સર્જાય છે . ભવિષ્ય માં જયારે જયારે એવું નજરે આવે ત્યારે એના આઉટકમ ને તમે બહુ ક્લોઝલી પ્રિડીક્ટ કરી શકો છો.
આત્મવિશ્વાસ
જેમ તમે સફળતા ના સરનામાં સાચવી રાખો છો એમ નિષ્ફળતા ની નિશાનીઓ પણ સાચવી રાખવી જોઈએ. આત્મવિશ્વાસ વધારવા માટે ફક્ત સફળતા જ નહિ પણ નિષ્ફળતા ના કારણો એટલાજ અગત્ય ના છે. મેં શું કર્યું નિષ્ફળ થવા માટે એ જો મને ખબર છે તો એ ફરી નહિ કરવા માટે મારુ દિલ અને દિમાગ બંને મને રોકશે.
આપણા પોતાના ભૂતકાળ ની નિષ્ફળતા સાથે કોઈ ની સફળતા પણ બહુ અગત્યની છે. ભૂતકાળ ના બીજા ના અનુભવ માંથી તમે તમારો આગળ નો રસ્તો આસાન કરી શકો છે અને એ જ તમારો આત્મવિશ્વાસ વધારે છે.
આજે ફરી ભૂતકાળે મારા ઘરે ઘંટડી વગાડી
મેં દરવાજો ખોલ્યો ને પૂછ્યું
અરે ભૂતકાળ…! આજે ક્યાંથી ભૂલા પડ્યા ..?
હું તો તને ભૂલી ગયો તો ક્યારનોય
મારા વર્તમાન, મારા ભવિષ્યના રસ્તે કેમ આવી ગયા..?
ચહેરા પર સ્મિત અને ચમકતી આંખો થી ભૂતકાળ બોલ્યો
“હું ભૂતકાળ છું, મારાથી કોઈ કેવી રીતે છટકી શકે.”
મારા જ અનુભવો માં થી તો તું ઘણું બધું શીખી શકે.
વાત એની સાંભળીને હું થોડો ચોંકી ગયો
વર્ષો તો વીત્યા કરે અને નવા વર્ષ આવ્યા કરે એ જ જીવન નો સાર છે
વીત્યા વર્ષો ના પડીકા ને સાથે ચાલવું એનું જ નામ સંસાર છે
એને કીધું તું આવ અંદર અને મેં દરવાજો બંધ કર્યો
પલંગ પર સૂઈ ગયો અને એને ડબ્બા માં બંધ કર્યો
આંખ ખુલી જયારે મારી ત્યારે મધુર સ્મિત સાથે
કોઈ મને ઉઠાડી રહ્યું.
ભૂતકાળ ના ડબ્બા પર બેસી ને વર્તમાન સાથે
મારું ભવિષ્ય મને બોલાવી રહ્યું.
આજની સવારે આવેલા થોડા વિચારો ને ગદ્ય , પદ્ય અને અછાંદસ સ્વરૂપે પ્રસ્તુત કરવાની ગુસ્તાખી
નવ વર્ષ ની શુભેચ્છાઓ
Comments