એનિવર્સરી નો ઉત્સવ
- Chintan Shah
- Feb 7, 2021
- 1 min read
Updated: Aug 11, 2023
પ્રેમ
એક રહસ્યમય અનુભવ છે
જેમ સમય છે એવો જ… સદાય બદલાતો..

લગ્ન ના દરેક વર્ષે કશું નથી બદલાતું.
બસ બદલાય છે તો આપણી પ્રાયોરિટીઝ , એક વસ્તુથી બીજી વસ્તુ સુધી
આપણા શબ્દો અને આપણી વર્તણુક આપણી યાદો માં રહે છે
પણ આપણી લાગણીઓ ઉત્કટ રીતે સમય સાથે બદલાયા કરે છે.
ગઈકાલ ની યાદો ને આજ માં લાવીએ ત્યારે આવતીકાલ માટે ની તૈયારી કરીએ છીએ
સમય આપણને શીખવે છે કે આત્માનો સ્પર્શ કાયમ રહે છે
લગ્ન પછી નું સહજીવન એ કોઈ મંઝિલ સુધી પહોંચવા નો પ્રોજેક્ટ નથી
એ છે પતિ અને પત્ની ની સાથે માણવાની સફર
એક વર્ષમાં શું છે? માત્ર દિવસો કલાકો અને મિનિટ
એનિવર્સરી તો ગયા વર્ષે પણ હતી અને આવતા વર્ષે પણ હશે…
એનિવર્સરી તો ઉત્સવ છે માણવાની એ દરેક ક્ષણ
જે અનુભવી છે એક મેક ની સાથે ગયા વર્ષ માં
અધૂરી રહી ગયેલી અપેક્ષાઓ
અને પુરી થયેલી આકાંક્ષાઓ
ને સાથે બેસી ને વાગોળવા ની
એનિવર્સરી છે જિંદગી ના હિંડોળે બેસી ને ગયા વર્ષ નું સરવૈયું માંડવાની
Comments